કોરોના ઈફેક્ટ: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું - કલેક્ટરનું જાહેરનામું
દેવભૂમિ દ્વારકા: ભારતમાં કોરોના અસરસ્તની સંખ્યા 134એ પહોંચી છે. આ વાયરસના કારણે દેશમાં 3 લોકોના મોત થયા છે. જેથી જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દ્વારકાના જગત મંદિરમાં આવતા પ્રવાસીઓને રેલિંગમાં 1 મીટરની જગ્યા રાખવી પડશે. આ ઉપરાંત મંદિરની ધજા ચડાવવા આવનારા શ્રદ્ધાળુઓએ 25ની મર્યાદામાં આવું પડશે. એટલું જ નહીં બેટ દ્વારકા જતા યાત્રિકોને બોટમાં કેપેસિટીથી 50 ટકા જ યાત્રિકો બેસાડવામાં આવે તેવી પણ સૂચના અપવામાં આવી છે.