લોકડાઉન દરમિયાન નડિયાદમાં સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે નાગરિકો - સામાજિક જવાબદારી
ખેડાઃ લોકડાઉન જાહેર થતા જ નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો સહિતના તમામ બજારો તેમજ બિનજરૂરી અવરજવર બંધ કરાવવામાં આવી છે. કરફ્યૂ દરમિયાન કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો અને ભિક્ષુકો માટે સ્વખર્ચે ચા, નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કાળઝાળ ગરમીમાં ખડેપગે પોતાની ફરજ નિભાવતા પોલીસ કર્મચારીઓને તાપથી રાહત મળી રહે તે માટે છત્રીનું વિતરણ કર્યું હતું.