છોટાઉદેપુર જિલ્લા LCBએ દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરી - Chhota Udepur District LCB arrested Rape accused
છોટા ઉદેપુરઃ જિલ્લાના બોડેલી ટાઉન વિસ્તારમાં રહેતી ફરિયાદીને ફેસબુક પર મિત્ર બનાવી ધાક ધમકી આપી પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ફરિયાદીનો અશ્લીલ વીડિયો બનાવી વાઈરલ કરી આરોપીઓએ ફરયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેથી SOGએ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીમાં કમાલિયા ધ્રુવનારાયણ હરેશભાઈ, કમાલિયા હરેશભાઈ જેઠાલાલ અને કમાલિયા ચારુબેન હરેશભાઈ ત્રણેયને ગુરુવારના રોજ અમદાવાદ ખાતેથી પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.