મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું - ahmedabad health news
અમદાવાદ: રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવાના અભિયાનને લઈ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દ્વારા એક અઠવાડિયા સુધી અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેલેરિયા વિભાગની ટીમે શહેરમાં કોમર્શિયલ જગ્યાઓ અને પાર્ટીપ્લોટમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં 22 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસને સીલ કરી હતી. તેમજ 90 એકમોને નોટિસ આપી કુલ રૂ. 3,68,500 લાખનો દંડ વસૂલ કર્યો હતો. બાદમાં પલેડીયામ મોલ સાઈટ, સ્વામિનારાયણ, રાજકમલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વસ્ત્રાપુર કમ્યુનિટી હોલ, આલ્ફા બિઝનેસ પાર્ક વગેરેમાંથી મચ્છરો મળી આવતા નોટિસ ફટકારી દંડ વસુલવામાં આવ્યો હતો.