મહિલા ક્રિકેટર સાથે જાતીય સતામણી અંગે ગુજરાત મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષે BCAમાં કરી રજૂઆત - woman cricketer
વડોદરાઃ બરોડા ક્રિકેટ એસોસિએશન(BCA)માં મહિલા ક્રિકેટર સાથે થયેલા જાતીય સતામણીનો વિવાદ વધવા માંડ્યો છે. જાતીય સતામણી વિવાદમાં તપાસ પુરી કર્યા વગર જ મહિલા ક્રિકેટર કોચ અને પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડેનું સસ્પેન્સન પાછું લઈ લેવાતા વિવાદ વધવા પામ્યો છે. સોમવારે ગુજરાત મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ શોભના રાવલ BCAની ઓફિસ ખાતે BCAના જનરલ સેક્રેટરી અજીત લેલેને મળી આવેદનપત્ર આપી મહિલા ક્રિકેટર સાથેની જાતીય સતામણી અંગે તટસ્થ કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી હતી.