અમદાવાદમાં INIFDને 20 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું - એવોર્ડ
અમદાવાદ : INIFD ની શરૂઆત 1999 માં કરવામા આવી હતી. ત્યારથી દર વર્ષે તે ભારતના ટોચના ત્રણ કેન્દ્રોમાં સામેલ છે. તેને શ્રેષ્ઠ કેન્દ્રનો એવોર્ડ પણ મળ્યો છે. તેમજ સેલિબ્રિટી અને સુપર મોડલની મુલાકાત લઇને ફેશન શોનું પણ આયોજન કરે છે. આ સંસ્થાને 20 વર્ષ પૂરા થયા હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. જેમાં ફર્સ્ટ યર થી લઈને થર્ડ યર સુધીના વિદ્યાર્થીઓએ ડાન્સ અને સિગિંગ દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.