મોડાસા B.Ed કોલેજમાં સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો - સુવર્ણ જયંતિ મહોત્સવ
મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોલેજ કેમ્પસ ખાતે બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બી.એડના અભ્યાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યું હતું. જેમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના કુલપતિ પ્રોફેસર અમીબેન ઉપાધ્યાયએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોડાસાના શિક્ષકો દ્વારા સર્જિત બાલમુકુંદ વાર્તાવાલી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવિનચન્દ્ર મોદી, જી.સી.ઇ.આર ટી. ગાંધીનગર નિયામક ટી.એસ.જોષી, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.કે.પટેલ, નગર પાલિકા પ્રમુખ શુભાષભાઈ શાહ તેમજ મોટી સંખ્યા બી.એડના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.