ઊંઝાઃ ઉમિયા માતા મંદિરમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રિની ઉજવણી - corona Guideline
મહેસાણા : ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિર ખાતે નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિની ઉજવણીના ભાગ રૂપે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિશેષ આયોજન સાથે માતાજીના મંદિર પટાંગણને રોશની અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. આરતી, દર્શન અને પાંચ રાઉન્ડ ગરબાનો નજારો દર્શનાર્થીઓ સુધી પહોંચે તે માટે લાઈવ ટેલિકાસ્ટ અને મીડિયા કવરેજની વ્યવસ્થા કરવામાં આવી છે