મહેસાણાના માછવા ગામમાં નાગપંચમીની કરાઈ વિશેષ ઉજવણી
મહેસાણા : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યાકે શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે. હિન્દુ ધર્મના તહેવારોમા નાગપંચમીની પણ શ્રદ્ધાળુઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરી હતી.જેમાં ખેરાલુના માછવા ગામે પણ ગોગમહારાજના મંદિરે નાગપંચમીનો વિશેષ મહિમા ઉજવાયો હતો. ખેરાલુ ખાતે આવેલ માછવા ગામે એક પૌરાણિક વાવ આવેલી છે. જેના નજીકમાં દેરામાં ગામ લોકોએ ગોગ મહારાજની સ્થાપના કરી છે. ગામ અને આસપાસના વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા માચાવના ગોગ મહારાજ મંદિરે નાગપંચમીની વિશેષ ઉજવણી કરવામાં આવતા હજ્જારોની સંખ્યામાં લોકો દર્શને ઉમટી પડે છે. નાગપાંચમે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતુ.