અરવલ્લીમાં મહાશિવરાત્રીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો - ભવ્ય શોભાયાત્રા
અરવલ્લીઃ મહાશિવરાત્રીના પર્વમાં 117 વર્ષ પછી ખાસ યોગ હોવાથી અરવલ્લી જિલ્લામાં ભક્તોમાં શિવરાત્રી પર્વનો બેવડો ઉત્સાહ વર્તાયો હતો. જેમાં શિવભક્તિમાં ભક્તો લીન બન્યા હતા જે જિલ્લાના તમામ શિવાલયો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવજીને રીઝવવા માટે શિવાલયોમાં બિલ્વપત્ર, દૂધ, ગંગાજળ, મધ અને પંચામૃતથી શિવલિંગ ઉપર અભિષેકથી વિશેષ પૂજામાં શિવભક્તો ભક્તિભાવથી જોડાયા હતા. ભિલોડામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણીમાં ભોલેનાથ પાર્ટી પ્લોટમાં 12 જ્યોતિલિંગ પ્રતિકૃતિના દિવ્યદર્શન માટે ખુલ્લા મુકાયો હતા. મોડાસાના ઉમાપતિ મહાદેવા ખાતે મંદિરના શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. શિવરાત્રીને લઇને યજ્ઞ કુટિરમાં આયોજિત યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. જ્યારે મોડાસાના કાશી વિશ્વનાથ મંદીરમાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા.