ભુજમાં વિઘ્નહર્તાને અપાય છે ગાર્ડ ઓફ ઓનર - Kutch
ભુજ: સમગ્ર દેશ જ્યારે ગણેશ ઉત્સવમાં મગ્ન બન્યો છે, ત્યારે ગુજરાતમાં એક માત્ર કચ્છમાં જ ગણેશજીની મૂર્તિને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. જી હાં...ભુજના પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણેશજીની સ્થાપન કર્યા બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પોલીસ દ્વારા આજે પણ ગણેશજીની મૂર્તિને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્થાપન કરાયું હતું. તેઓના જણાવ્યા મુજબ, 73 વર્ષ પહેલા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં મહારાષ્ટ્રના પોલીસ જવાનો ભરતી થયા હતા અને ત્યારથી તેઓએ ગાર્ડ ઓફ ઓનરની પ્રથા ભુજ હેડક્વાર્ટર ખાતે ચાલુ કરી. તેમનું માનવું હતું કે, ગાર્ડ ઓફ ઓનરથી મોટો કોઈ આવકાર નથી અને એટલે જ સ્થાપના બાદ પોલીસ જવાનો દ્વારા વિઘ્નહર્તાને ગાર્ડ ઓફ ઓનર આપી સેલ્યુટ કરાય છે.