વિધાનસભાની 8 બેઠક પર ભવ્ય વિજય થતાં પોરબંદર ભાજપ દ્વારા મોઢું મીઠું કરાવી ઉજવણી કરાઈ - પોરબંદરના તાજા સમાચાર
પોરબંદરઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલ પેટાચૂંટણી માટેની મતગણતરી આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં વિધાનસભાની આ તમામ 8 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે. જેથી પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ઢોલ અને શરણાઈ સાથે ભાજપ કાર્યકરોએ એકબીજાને મીઠું મોઢું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીમાં પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા તથા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા સહિતના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.