હૈદરાબાદમાં દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટર બાદ ધોરાજીમાં ઉજવણી
રાજકોટ: તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં યુવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દેશમાં આવી ગુનાખોરી અટકાવવા એન્કાઉન્ટર જ એક સાચો રસ્તો છે અને તલંગાણા પોલીસને 100 તોપની સલામી તેવું ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું. ધોરાજી-ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, બહેન-દીકરીઓ પર દુષ્કર્મ કરનાર સાચા ગુનેગારોને તાત્કાલિક સજા થાય તે માટે તેલંગાણા પોલીસને 100 તોપની સલામ કરૂ છું અને ગુજરાતે પણ આવા ગુનેગારોને સજા કરી દાખલા બેસાડવા જોઇએ પોલીસ આવા પગલા લેશે તો સમગ્ર દેશની જનતા પોલીસની સાથે ઉભી રહેશે.