પાલિતાણામાં ધામધુમ સાથે નીકળી ભગવાનની 21મી શોભાયાત્રા - શોભાયાત્રા
પાલિતાણા: સમગ્ર દેશ કૃષ્ણભક્તિમાં રંગે રંગાઇ ગયો છે, ત્યારે ઉત્સવ પ્રિય ગોહિલવાડ કૃષ્ણ જન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું હતું. પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા 21મી શોભાયાત્રાનું આયોજન કરવાામાં આવ્યું હતું. શોભાયાત્રામાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા તેમજ પાલીતાણાના ધારાસભ્યની ઉપસ્થિતીમાં કાઢવામાં આવી હતી. મુસ્લિમ સમાજની આગેવાનો દ્વારા ભક્તો માટે ઠંડા પીણા અને ચાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જે કોમી એકતાના દર્શન કરાવે છે. શોભાયાત્રામાં પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
Last Updated : Aug 24, 2019, 11:23 PM IST