ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં જાહેરમાં કાર સળગાવવા મામલે પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ - RAJKOT NEWS

By

Published : Sep 3, 2019, 5:09 PM IST

રાજકોટઃ શહેરમાં એક યુવક દ્વારા જાહેરમાં જ પોતાની કાર સળગાવવાની ઘટના સામે આવી હતી. યુવકની કાર ચાલુ ન થતી હોય તેને કોઠારીયા ફાયર સ્ટેશન સામે જ પોતાની કારને પેટ્રોલ નાખીને જાહેરમાં જ સળગાવી હતી. જો કે સમગ્ર ઘટના સવારના સમયે બની હતી, પરંતુ સ્થાનિકો દ્વારા આ ઘટનાનો વીડિયો ઉતાર્યા બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે પણ આ ઘટના બાદ તાત્કાલિક કાર સળગાવનાર યુવકની ધરપકડ કરી હતી. જેની પ્રાથમિક પુછપરછમાં પોતાની કાર ચાલુ ન થતી હોય ગુસ્સામાં આવીને જાહેરમાં જ કારને સળગાવી મુકી હતી. સમગ્ર મામાલે પોલીસે ઇન્દ્રજીતસિંહ નથુભા જાડેજા અને નિમિશ ઉર્ફ અમૃતલાલ ગોહેલ નામના બે ઇસમોની ધરપકડ કરી છે. ગાડી ઈન્દ્રજીત સિંહે સળગાવી હતી, જ્યારે નિમિશે કાર સડગાવવાના વીડિયો માટે મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details