કપડવંજ પાસે કારમાં અચાનક આગ લાગતાં કાર બળીને ખાખ - accsident news in kheda
ખેડાઃ જિલ્લાના કપડવંજના દાસલવાડા રોડ પર એક ઈકો કારમાં અચાનક આગ લાગી હતી. જેથી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. કારમાં આગ લાગતા રોડ પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આ ઈકો કાર કપડવંજથી આતર સુંબા તરફ જઈ રહી હતી તે દરમિયાન કારમાં શોટ સર્કીટના કારણે અચાનક આગ લાગી હતી. જેથી વાહન ચાલક કાર સાઇડમાં ઊભી રાખી નીચે ઉતરી ગયો હતો. આ જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી.