અરવલ્લીમાં TET, TAT પાસ કરેલા ઉમેદવારોની ભરતી નહીં થતાં ઉમેદવારોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું - LATESTGUJARATINEWS
મોડાસા: ગુજરાતભરમાં હજારો શિક્ષકોએ TET, TAT પરીક્ષા પાસ કરી હોવા છતાં નોકરીથી વંચિત છે. આ અંગે અરવલ્લી જિલ્લાના ઉમેદવારોએ જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબદકરને આવેદન પત્ર આપી માગ કરી હતી કે, જી.એ.ડીના 01.08.2018ના ઠરાવનું ન્યાયપૂર્વક સમાધાન લાવી સરકારી શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે અને અનુદાનીત શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવે. આ ઉપરાંત શિક્ષકોના અભાવે સરકારી તેમજ અનુદાનીત શાળાઓનું શિક્ષણ દિન પ્રતિદિન કથળી રહ્યુ છે. જેથી શિક્ષકોની સત્વરે ભરતી કરી બાળકો સાથે ન્યાય કરવામાં આવે.