રાજકોટમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવા ઉમેદવારોએ MLAને આપ્યું આવેદન - MLAને આપ્યું આવેદન
રાજકોટ: તાજેતરમાં રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ મોટાભાગના પરીક્ષા કેન્દ્ર બહાર પરિક્ષાર્થીઓનો હોબાળો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના એક પરીક્ષા સેન્ટરમાં પ્રશ્ન પેપેરના કવરનું સીલ તૂટેલું હોવાનો પરિક્ષાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો. જ્યારે અન્ય કેન્દ્રમાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ પણ ક્યાંકને ક્યાંક સામે આવ્યો હતો. જેને લઈને રાજ્યભરમાં વિવિધ જિલ્લાના પરીક્ષાર્થીઓ દ્વારા અને ખાસ સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીને આવેદનપત્ર પાઠવીને આ પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ પરીક્ષાર્થીઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના MLA લાખાભાઈ સગઠિયાને આવેદનપત્ર આપી બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.