લુણાવાડામાં પેટા ચૂંટણીઃ મતદાન શરૂ - Bye-election in Lunawada
મહીસાગરઃ જિલ્લામાં 122 વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી 2019 અંતર્ગત લુણાવાડા વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ થયું છે. લુણાવાડા બેઠકની પેટા ચૂંટણીને લઈને મતદારોએ સવારથીજ મતદાન કરવા માટે શરૂઆત કરી છે. સાથે તંત્ર ઘ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.લુણાવાડા પેટા ચૂંટણી 2019 અંતર્ગત 122 મત વિસ્તાર માટે મતદાન દિવસ છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડાની બેઠક માટે મતદારો મત આપી ત્રણેય ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. 122 મત વિસ્તાર માટે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ ચૌહાણ અને NCP ભરત પટેલ ઉમેદવાર મેદાને છે.એટલે ત્રી પાંખી યો જંગ ખેલાશે. લુણાવાડા વિધાનસભા બેઠક માટે 2,68,107 જેટલા મતદારો મતદાન કરી ત્રણેય ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કરશે. ત્યારે કોણ બાજી મારી જશે તે હવે જોવું રહ્યું.