ડાંગઃ ભાજપ પક્ષનાં ઉમેદવાર વિજય પટેલ ભારે બહુમતી સાથે આગળ, જીતનો દાવો કર્યો - Gujarat bypoll results
ડાંગ : જિલ્લા 173 વિધાનસભા બેઠક માટે આજે મતગણતરી થઈ રહી છે. ત્યારે ભાજપ પક્ષ ભારે બહુમતિ સાથે આગળ ચાલી રહ્યું છે. ડાંગ જિલ્લા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 20માં રાઉન્ડમાં ભાજપાનાં વિજય પટેલ 32070 મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સુર્યકાંન્ત ગાવીતને 19માં રાઉન્ડમાં 17818 મત મળ્યાં છે. જયારે ભાજપ ઉમેદવાર વિજયભાઈને 49,888 મત મળ્યા છે. વિજયભાઈ પટેલે પોતાની જીત પાછળનો શ્રેય ડાંગ જિલ્લાની જનતા અને કેન્દ્રીય નેતૃત્વ ને આપ્યો હતો. આ સાથે જ વિજયભાઈ એવધુમાં જણાવ્યું હતું કે તેઓ વિજયી થશે અને ડાંગ જિલ્લામાં વિકાસના કામો કરશે લોકો સાથે રહેશે તેમ જણાવ્યું હતું.