જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ - જૂનાગઢ કોંગ્રેસ
જૂનાગઢ: શનિવારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચોએ હાજરી આપી હતી. આવનારા થોડા મહિનામાં સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે. જેથી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતને કેવી રીતે બચાવવી અને ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ધ્વઝ કેવી રીતે લહેરાવવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.