લોકડાઉનના પગલે વતનમાં જતા શ્રમજીવીઓ માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરાઈ - Bus and Tempa are arranged by the Bharuch administration for the workers living in the homeland.
ભરૂચ: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે વેપાર રોજગાર ઠપ્પ થઇ જતા શ્રમિક વર્ગની હાલત કફોડી બની છે. રેલ અને બસ સેવા સહિત ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધા બંધ રહેતા શ્રમિક વર્ગે તેમના વતન દાહોદ ગોધરા તરફ જવા પગપાળા પ્રયાણ કર્યું શરુ કર્યું હતું. આ બાબત ભરૂચ કલેકટર ડો. એમ.ડી. મોડીયાના ધ્યાને આવતા તેઓ દ્વારા એસ.ટી.બસ અને ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગત રાત્રીના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી 500 જેટલા શ્રમજીવીઓને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું હતું