ગુજરાત

gujarat

ETV Bharat / videos

યુવતી બસ નીચે આવી છતાં બચી ગઈ, જુઓ CCTV ફુટેજ - Gujarat ST Bus

By

Published : Dec 19, 2019, 2:35 AM IST

રાજકોટઃ શહેરના સરધાર ગામ નજીક એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં ST બસના આગળની સાઇડના દરવાજે ઉભેલી યુવતી અચાનક બસમાંથી નીચે પડતાની સાથે જ બસ સાથે ધસી આવી હતી અને બસના ટાયર નીચે આવતા સહેજ રહી ગઇ હતી. જો કે, ઘટનામાં યુવતીને કોઇ ગંભીર ઇજા પહોંચી ન હતી. આ ઘટના સરધાર ગામના બસ સ્ટેન્ડ નજીકની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના બાદ સમગ્ર ઘટના નજરે જોનારા ગ્રામજનો ST બસના ડ્રાઇવરને માર મારવા દોડ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતા સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details