જાહેરમાં થયેલ હત્યાના આરોપીને પકડવામાં બોટાદ પોલીસને મળી સફળતા - સાળંગપુર
બોટાદ: શહેરમાં આવેલ સાળંગપુર રોડ પર ગત તારીખ 8ના રોજ જાહેરમાં હત્યા કરવામાં આવેલ હતી. આ હત્યાના આરોપીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડી પાડવા માટે બોટાદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને આરોપીઓ રાણપુર રોડ પરથી પસાર થવાના છે. તેવી બાતમી મળતા આરોપીઓને રાણપુર રોડ પરથી ઝડપી પાડવામાં આવેલ છે. આ ગુનાના કુલ 4 આરોપીઓ છે. જે પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી હજુ પણ ફરાર છે. જેને પકડવા માટે બોટાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનું કારણ અગાઉ હત્યા પામનાર વ્યકિતએ આરોપીના સગાની હત્યા કરેલ હતી અને તેની દાઝ રાખી આ હત્યા થયેલ હોવાનુ આરોપીઓ જણાવે છે. તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. હાલ પકડાયેલ આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ તલવાર તથા હાથ બનાવટની પિસ્તોલ પોલીસે કબજે કરેલ છે.