ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ખોડલધામમાં ચાંદીના બિસ્કીટથી રજતતુલા... - સીઆર પાટીલ
રાજકોટઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે આજે ગુરુવારના રોજ જિલ્લાના કાગવડ ખાતે ખોડલધામ પહોંચ્યા હતા. સી.આર. પાટીલના સ્વાગતમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈએ સાથે રહીને મા ખોડલના દર્શન કરાવ્યા બાદ સી.આર.પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને સી.આર.પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ ખોડલધામમાં સી.આર.પાટીલને 110 કિલોના ચાંદીના બિસ્કીટથી ભાજપ પ્રદેશ પ્રમુખની રજતતુલા કરવામાં આવી હતી. આ તકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, કેબિનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયા, ગોવિંદભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.