સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખના ધામા, વિધાનસભામાં ખરાબ પ્રદર્શનની થશે સમીક્ષા - ભાજપના આગેવાનો
ગીર સોમનાથ: ભાજપના નવા નિમાયેલા અધ્યક્ષ સી.આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શને આવનાર છે, ત્યારે તેઓ ભાજપના આગેવાનો સાથે એક બેઠક યોજશે. 2017ની અંદર સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ જિલ્લા જૂનાગઢ, સોમનાથ અને અમરેલી વચ્ચે ભાજપ માત્ર એક બેઠક બચાવવામાં સફળ રહ્યું હતું. ભાજપની સૌરાષ્ટ્રમાં નામોશી ભરી હાર પાછળનું કારણ જાણવા અને સૌરાષ્ટ્રમાં ભાજપને કઈ રીતે ફરી ઉભી કરી શકાય તેના માટે ભાજપના સૌરાષ્ટ્રના અગ્રણીઓ સાથે નવા વરાયેલા અધ્યક્ષ સી.આર. પાટીલ બેઠક યોજશે.