મહેસાણા ખાતે CAAના જન સમર્થનમાં રેલી યોજાઈ, નાયબ મુખ્યપ્રધાન પણ રેલીમાં જોડાયા - ભારત માતા કી જય
મહેસાણાઃ મિઢેરા ચાર રસ્તા પર આવેલા હનુમાન મંદિરથી મહેસાણા જિલ્લા સેવા સદન સુધી CAAના સમર્થનમાં જંગી રેલીનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના જુદા જુદા સંગઠનોના આગેવાનો પોતાની ટીમ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે રેલીમાં CAAના કાયદાને સમર્થન કરતા નાયબ મુખ્યપ્રધાન પણ રેલીમાં જોડાયા હતા. જિલ્લાના વિવિધ સંગઠનના અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર આપી સરકારમાં CAAને જનતાનું સમર્થન હોવાની રજુઆત કરી છે.