લુણાવાડામાં CAA-NRCના સમર્થનમાં નાગરિક સમિતિ દ્વારા રેલી, ધરણાં સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું - bjp organized rally to support caa nrc in lunavada
મહીસાગરઃ લુણાવાડા શહેરમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નાગરિક સમિતિ મહીસાગર દ્વારા એક વિશાળ રેલી યોજી ધરણાં કાર્યક્રમ કરી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આ રેલી લૂણેશ્વર ચોકડી પાસેથી નીકળી નગરમાં ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી.જ્યાં રેલીએ ઇન્ચાર્જ કલેક્ટર નેહા કુમારીને આવેદન પાઠવ્યું હતું. રેલી કાર્યક્રમમાં CAA-NRCના કાયદાના સમર્થનમાં લુણાવાડા નગરની ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મહાજન મંડળો, કોલેજના વિદ્યાર્થીઓ અને નગરની જનતા બેનરો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. સરકારના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ રેલી કાર્યક્રમમાં વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જિગ્નેશ સેવક, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, તેમજ જે. પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Dec 25, 2019, 6:56 AM IST