રાજસ્થાનની રામાયણ ગુજરાતમાં, રાજસ્થાન ભાજપના ધારાસભ્યો સોમનાથ પહોંચે તેવી અટકળો - રાજસ્થાનના ભાજપ ધારાસભ્યો
સોમનાથઃ છેલ્લા કેટલાય દિવસથી રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે ધારાસભ્યોને રિસોર્ટ અને હોટલમાં રોકાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે ભાજપના ધારાસભ્યો સોમનાથની મુલાકાત લે તેવી ચર્ચાએ રોજ પકડ્યું છે. ભાજપના ધારાસભ્યો અમદાવાદ નજીક કોઇ રિસોર્ટમાં આવ્યા હોવાના અહેવાલો વહેતા થયા, ત્યાં સોમનાથ પહોંચી તેવી વાત સામે આવી રહી છે.