પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ :ભાજપ કાર્યાલય કમલમમાં દિવાળી જેવો માહોલ - ચૂંટણીનાસમાચાર
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જેને લઇને ભાજપ કાર્યાલયે વિજયોત્સવનો માહોલ છે, જ્યારે પેટા ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. વિજયી ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવા પહોંચી ગયા છે. તો ભાજપના કાર્યાલય કમલમમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.