ભાજપ અગ્રણીઓએ મોરબીમાં ચલાવ્યું સફાઈ અભિયાન - morbi news
મોરબીઃ તાજેતરમાં યોજાયેલા જ્ઞાનોત્સવમાં પધારેલા જ્ઞાનવત્સલસ્વામીએ મોરબીમાં ગંદકીને લઈને ટકોર કરી હતી અને ઉદ્યોગપતિઓ, રાજકીય-સમાજિક અગ્રણીઓ અને નાગરિકોને સ્વચ્છ મોરબી બનાવવા માટે હાકલ કરી હતી. જેના ભાગેરૂપે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓએ સફાઈ અભિયાન ચલાવ્યું હતું.