વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપની બઢત મોવડી મંડળના કાર્યોને આભારી : કે.સી.પટેલ - ગુજરાત વિધાનસભા
અમદાવાદ : 3 નવેમ્બરના રોજ યોજાયેલી ગુજરાત રાજ્યની વિધાનસભાની આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણીનું આજે પરિણામ છે. ત્યારે શરૂઆતી મતગણતરીમાં આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હરિફ ઉમેદવાર કરતાં આગળ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું હતું કે, 8 ઉમેદવારોનો વિજય થશે અને ત્યારબાદ તેઓ નક્કી કરશે કે તેઓ આ વિજયને કેવી રીતે ઉજવશે. તેમણે આ બેઠક ઉપર જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને આપ્યો હતો. કે.સી.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કાર્યો અને ભાજપ પ્રદેશ પ્રમુખની રણનીતિએ આ જીતનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. જો કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓના શરૂઆતી પરિણામો પર પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે બોલવાનું ટાળ્યું હતું.