ભરૂચ લોકડાઉન થયા બાદ મુસાફરોને ઝંખતું રેલવે સ્ટેશન - રેલવે સ્ટેશન
ભરૂચઃ કોરોના વાઈરસનો ભય ત્રીજા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા તમામ ટ્રેનો રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31મી માર્ચ સુધી તમામ રૂટ પરની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. આજ રોજ ભરૂચ રેલવે સ્ટેશન સુમસામ હતું. રેલવે સ્ટેશનની બહાર પોલીસ કર્મીઓ સુરક્ષા ફરજ બજાવી રહ્યા છે. આ વિરાનતાનો લાભ લઈ રેલવે સ્ટેશનની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.