અમદાવાદ: બહેરામપુરાના સ્થાનિકોનો AMCની ઓફિસની બહાર હલ્લાબોલ - સ્થાનિકોનો હલ્લાબોલ
અમદાવાદ: બહેરામપુરાના સ્થાનિકોએ પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાના અભાવના મુદ્દે રોષ ફાટી નીકળ્યો હતો. બહેરામપુરાના સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી બહાર હલ્લાબોલ મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે સ્થાનિક લોકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી હતી, છતાં પ્રશ્નનું સમાધાન ન થતા, છેવટે તેમણે સ્થાનિકોએ કચેરીની દક્ષિણ ઝોનની ઓફીસ બહાર મોટી સંખ્યામાં દેખાવો કર્યો હતો. AMC કચેરી બહાર હલ્લાબોલ મચાવ્યો હતો અને એક દિવસ ઉપવાસ રાખીને રેલી નીકળવામાં આવી હતી.