બાયડમાં બપોર બાદ મતદારોનો ધસારો જોવા મળ્યો - બાયડમાં બપોર બાદ મતદારોનો ધસારો
અરવલ્લી: જિલ્લાના બાયડમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બપોર બાદ મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૪2 ટકા મતદાન થયું હતું. બીબીપુરા મતદાન કેન્દ્રમાં મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને મહિલાઓની લાંબી લાઈનો લાગી હતી.