તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બાદ સુરતમાં લાગ્યા બેનર... - nanaVarachha
સુરતઃ શહેરમાં ટ્યુશન ક્લાસિસમાં આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે શહેરની તક્ષશિલા આર્કેડની આગની ઘટના બાદ મોટાવરાછાની રાધેશ્યામ સોસાયટીમાં લાગ્યા બેનરો લાગ્યા હતા. સોસાયટીની આજુબાજુ ચાલતા ગેરકાયદેસર ટ્યુશન કલાસીસ અને સ્કૂલો સ્થાનિકો બંધ કરાવશે. આવી ઘટના ફરી પાછી ન બને તેની તકેદારીના ભાગરૂપે સોસાયટીના રહીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.