બનાસકાંઠા : રહેણાંક મકાનમાં કૂટણખાનું ચલાવતા 3 લોકોની અટકાયત - Assistant Superintendent of Police
બનાસકાંઠા : થરાદની પંચવટી સોસાયટીમાંથી કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં થરાદની પંચવટી સોસાયટીમાં રહેતી મહિલા દેહ વેપારનો ધંધો ચલાવતી હોવાનું માહિતી મળતા જ થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવની ટીમે એક ડિકોય ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહક મોકલી સમગ્ર કૂટણખાનું ઝડપ્યું છે. આ કૂટણખાનામાં મહિલા તેના પુત્રી અને પુત્ર સાથે મળીને બહારથી છોકરીઓ અને ગ્રાહકોને મોબાઈલ પર સંપર્ક કરી બોલાવતા હતા. તેમજ ગ્રાહક પાસેથી 2,000 રૂપિયા લઇ શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડતા હતા. આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. આ આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4, 5, 6, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.