ઉનાળામાં ચકલીના માળા તેમજ પાણીના કુંડા માટે લોકો જાગૃત - sparrow
અમદાવાદ: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લુપ્ત થતી પ્રજાતિ ચકલીને બચાવવા માટેનું એક જન જાગૃતિ સમાજમાં રહેલી છે. અને જનજાગૃતિ મુજબ સામાજિક સંસ્થા તેમજ શહેરીજન લોકો ખૂબ જ પ્રમાણમાં ચકલીના માળા તેમજ પાણી પીવા માટેના કુંડા પશુ પક્ષી માટે વિતરણ કરતા હોય છે. ત્યારે હાલમાં માર્કેટમાં નિત નવા અલગ અલગ પ્રકારના ચકલીના માળા નાની સાઈઝ લઈને મોટી સાઈઝના અલગ અલગ ડિઝાઈનોમાં મળતી હોય છે.