સ્ટેશન પર અવરજવર કરતા તમામ પ્રવાસીઓનું ઓટોમેટિક થર્મલ સ્ક્રિનીંગ કરાયું - પ્રવાસીઓનું ઓટોમેટિક થર્મલ સ્ક્રીનીંગ
સુરત: રેલવે વિભાગ દ્વારા લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાયા બાદ પ્રવાસીઓનો ધસારો રેલવે સ્ટેશન પર વધી ગયો છે. દરમિયાન સ્ટેશન પર અવરજવર કરતા તમામ પ્રવાસીઓનું ઓટોમેટિક થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જયાં ઓટોમેટિક થર્મલ સ્ક્રિનીંગ મશીન એકસાથે પંદર જેટલા પ્રવાસીઓનું સ્ક્રિનીંગ કરે છે. જે પ્રવાસીઓનું ટેમ્પરેચર સ્ટેશન પર મુકવામાં આવેલા થર્મલ સ્ક્રીનીંગ એલઇડી સ્ક્રીન પર એકસાથે દેખાય આવે છે. અને જો કોઈ પ્રવાસીનું ટેમ્પરેચર સામાન્યથી વધુ જણાય તો લાલ રંગના ચિન્હ સાથે એક બેલ વાગે છે. જ્યાં મોનીટરીંગ કરતા RPFના જવાનો અને મેડિકલ ટીમને આ બાબતની જાણ થઈ જાય છે.