પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા અટલજીના જન્મદિન નિમિતે પુષ્પાજંલિ અર્પણ કરાઇ - atal bihari vajpayees birthday
પોરબંદરઃ જિલ્લા ભાજપ દ્વારા આજે 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પર શહેરમાં આવેલા પટેલ ભવન ભાજપ કાર્યાલય ખાતે અટલજીને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અટલજીના જીવન વિશે કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ અટલજીએ લખેલી કવિતાનું વર્ણન કરવામાં આવ્યું હતું.