યુવતીના મોત મામલે અરવલ્લી પોલીસ તંત્ર સામે સાસંદ કિરીટ સોલંકીના આક્ષેપ - Arvalli latest news
અરવલ્લી : મોડાસાના સાયરા ગામમાં મૃત હાલતમાં મળી આવેલી યુવતીની શ્રધ્ધાંજલી સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ કિરીટભાઈ સોલંકીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યુવતીના મોત મામલે તપાસ કરવામાં અરવલ્લી પોલીસ તંત્ર નિષ્ફળ નિવડયું છે. આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.