અરવલ્લીઃ શહેરના મોડાસામાં કાળાબજારીની બૂમ ઉઠતા મામલતદારે તપાસ હાથ ધરી - Modasa Taluka News
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકામાં કાળાબજારીની બૂમ ઉઠતા તાલુકા મામલતદારે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસને કારણે સરકારે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાની જાહેકરાત કરી છે, ત્યારે મોડાસા તાલુકામાં કેટલાક દુકાનદારો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. જેની જાણ મામલતદારને થતાં મોડાસા મામલતદાર માર્કેટયાર્ડમાં કરિયાણાની દુકાન તેમજ તેલના હોલસેલ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જોકે કોઈપણ ગેરરીતિ જોવા મળી ન હતી.