છોટા ઉદેપુરમાં સેના જવાન અને પોલીસ વચ્ચે તકરાર મામલે સેના જવાનોએ આપ્યું આવેદન - પૂર્વ સેના જવાન
છોટા ઉદેપુરઃ શહેરમાં આવેલી પેટ્રોલ પમ્પ ચોકડી પર વાહન ચેકિંગ અને માસ્ક બાબતે 16 જુલાઈના રોજ પોલીસે એક બાઈક ચાલકને રોકવામાં આવ્યો હતો. આ બાઈક પાછળ બેસેલા વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું, જેથી દંડ અને ગાડીના કાગળો બાબતે તકરાર થઈ હતી. પોલીસે સેના જવાનને બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડીને લઈ જઈ રહી હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે કારણે રોષે ભરાયેલા સેના જવાન તેમજ પૂર્વ સેના જવાન એકઠા થયા હતા. જેમને પોલીસ વિરૂદ્ધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન આપ્યું હતું. પોલીસને રજૂઆત કરવા જતા પોલીસે સેના જવાનોને નક્સલી કહ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો.આ સાથે આ આર્મી મેનને ક્યા આધાર પર બે દિવસથી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે, તેનો પણ જવાબ માગ્યો હતો. તેમજ પોલિસ વિરૂદ્ધ FIR કરવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોર્ટે શનિવારે સેના જવાનના જામીન મંજૂર કર્યા છે.
Last Updated : Jul 19, 2020, 3:05 AM IST