વડોદરામાં મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને આવેદન અપાયું - aavedan
વડોદરાઃ શહેરની મેડિકલ કોલેજના એનેસ્થેસિયા અને મેડિસિન વિભાગના રેસિડેન્સ ડૉક્ટર સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાજીવ દેવેશ્વરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં કોરોના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડૉક્ટરને રહેવા માટે અન્ય જગ્યાએ સુવિધા તંત્ર તરફથી પુરી પાડવામાં આવે તેમજ અન્ય તકલીફો પડી રહી છે તેનું નિરાકરણ કરવામાં આવે તે માટે માગ કરી હતી.