જામનગરમાં 24 કલાકમાં આગનો બીજો બનાવ, રહેણાંક મકાનમાં લાગી આગ - રામેશ્વરનગર વિસ્તારમાં કે.પી. શાહની અંદર રહેણાંક મકાનમાં આગ લાગી
જામનગર: રામેશ્વરનગર વિસ્તારમાં કે.પી. શાહની વાળીની અંદર રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલ સામાન બળી ગયો હતો. મહત્વનું છે કે, ગઈકાલે જામનગરના ગેલેરીયા કોમ્પલેક્સમાંની ઓફિસમાં આગ લાગી હતી. રહેણાંક મકાનમાં આગ લાગતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે, ઘરમાં રાખવામાં આવેલી ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.