અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બિનહરીફ જાહેર - અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન
ભરૂચઃ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ (AIA)ની ચૂંટણી બિન ફરીફ જાહેર થઇ છે. જનરલ કેટેગરીમાં 13 પૈકી 5 સભ્યોએ ફોર્મ પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જનરલ કેટેગરીમાં 8, રિઝર્વ કેટેગરીમાં 1 અને કોર્પારેટ કેટેગરીમાં 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. જનરલ કેટેગરીમાં 13 ફોર્મ ભરાયા હતા હતા. જે પૈકી 5 સભ્યો ફોર્મ પરત ખેંચ્યા છે. AIAની ચૂંટણી 20 ઑગસ્ટના રોજ યોજાવાની હતી. 10 ઑગસ્ટે ઉમેદવારી પરત ખેંચી હતી. જનરલ કેટેગરીની 08 બેઠક સામે 13 ફોર્મ ભરાયા હતા. રિઝર્વ અને કોર્પોરેટની એક- એક બેઠકમાં 1-1 ફોર્મ ભરાયા હતા. કોરોના મહામારીને લઇ ચૂંટણી 2 મહિના મોડી યોજાઇ હતી. 1250 મતદારો ધરાવતા AIAમાં જનરલ કેટેગરી માટે 8, રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીની 1-1 બેઠક મળી કુલ 10 બેઠક માટે ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં જનરલ કેટેગરીની 8 બેઠક પર નિલેશ ગોંડલીયા, વિનોદ ગોંધીયા , પ્રવીણ તેરૈયા, સુરેશ પટેલ, અમુલ પટેલ, રાકેશ પટેલ, હર્ષદ પટેલ, હિંમત શેલડીયા જ્યારે રિઝર્વ કેટેગરીમાં પુરુષોત્તમ ચૌહાણ અને કોર્પોરેટ કેટેગરીમાં વિજય પરિક બિનહરીફ વિજેતા બન્યા છે.