અંકલેશ્વરમાં ઝડપાયેલા વિદેશી દારૂ પર બુલ્ડોઝર ફેરવ્યું , 51.50 લાખના દારૂનો નાશ - વિદેશી દારૂ
ભરૂચઃ અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલા શહેર,તાલુકા અને જીઆઇડીસી મળી કુલ ત્રણ પોલીસ સ્ટેશનમાંથી લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે દારૂના જથ્થાને બુધવારના રોજ કડકિયા કોલેજની બાજુમાં આવેલી ખાલી જગ્યા પર પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને ડીવાયએસપી એમ.પી.ભોજાણી, નાયબ મામલતદાર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો. ત્રણેય પોલીસ મથકમાથી કુલ 51.50 લાખના વિદેશી દારૂના જથ્થા પર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાસ કરવામાં આવ્યો હતો.