ગુજરાતનું ગૌરવ: વિશ્વની ટોપ 20 ડેરીમાં અમૂલ 16મા ક્રમે - ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ
આણંદ: અમૂલ ડેરીએ ગુજરાતનું ગૌરવ વિશ્વમાં વધાર્યું છે. રેમો બેન્ક, નેધરલેન્ડ દ્વારા વિશ્વની ટોપ 20 ડેરીમાં ગુજરાતની અમૂલ 16મા ક્રમે આવી છે. ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. આર. એસ. સોઢીએ નિવેદન આપી દેશભરના 36 લાખ ખેડૂત પરિવારની માલિકીની અમૂલ ડેરીના સભાસદો સહિત દેશ વાસીઓને અભિનંદન આપ્યા હતા. અમૂલના એમ.ડી. ડો. સોઢીએ જણાવ્યું કે, રેમો બેન્ક, નેધર્લેન્ડ દ્વારા વિશ્વમાં ટોપ 20 ડેરી કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમૂલ 16મા ક્રમે આવી ભારતનું ગૌરવ વધાર્યું છે. સાથે જ અમૂલ બ્રાન્ડના ટર્નઓવર 52 હજાર કરોડ પ્રમાણે વિશ્વમાં 11મા ક્રમે આવી છે. જેથી અમૂલ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યાંની વાત ડૉ. આર. એસ. સોઢીએ કરી હતી.