ગુજરાતની આઠ પેટા ચૂંટણી પર કોંગ્રેસ જીતેશે: અમિત ચાવડા - ગુજરાત
મોરબીઃ માળીયાના વિધાનાસભાની પેટા ચૂંટણીના અનુસધાને ગુરૂવારના રોજ કોગ્રેસના ગુજરાતના પ્રભારી , પ્રદેશ પ્રમુખ , ધારાસભ્ય તેમજ સંગઠના આગેવાનો સાથે રવાપર રોડ પર સભા સંબેધી હતી અને સતાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોગ્રેસના ઉમેદવાર વિજય બનવા માટે અપીલ કરી હતી. ચૂંટણી પંચના નિયમોનું પણ સરેઆમ ઉલ્લઘન થતું જોવા મળે છે. જયરથસિંહ પરમાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગદ્દારને સબક શીખવાડવા અપીલ કરી હતી, તો તેમણે વડાપ્રધાન પણ પ્રહારો કર્યા હતા, ત્યારે સંસદ સભ્ય રાજીવે સાતવે પણ ભાજપને આડે હાથ લીધી હતી અને અમે બીજ્રેશ મેરજાના માટે મત માંગી ભૂલ કરી હોવાની કબુલાત કરી તો અમિત ચાવડાએ પણ ભાજપની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા અને આઠ સીટો પર અમે જીતશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, તો જિલ્લા કોગ્રેસના પ્રમુખ લલિત કગથરાએ સિરામિક ઉધોગકોરને ધમકી આપી વોટ લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો.