કોરોના: AMC દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ફોર ઓલની જાહેરાત - Free test
અમદાવાદઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલની જાહેરાત એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. જે માટે AMC દ્વારા બધા જ ઝોનમાં 100થી વધુ ટેસ્ટિંગ કિઓસ્ક મુકવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગ કિઓસ્કમાં કોઇપણ વ્યક્તિ કોઇપણ સ્થળે જઇને ટેસ્ટિંગ કરાવી શકશે.આ ઉપરાંત 80 અર્બન હેલ્થ સેન્ટરમાં જઇને લોકો ટેસ્ટિંગ કરાવી શકશે. આ તમામ જગ્યાએ નિઃશુલ્ક ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજીવકુમાર ગુપ્તાએ શહેરીજનોને ટેસ્ટ કરાવીને નિશ્ચિત બને તેવી અપીલ કરી છે. અમદાવાદ શહેરમાં પોઝિટિવ લોકોને શોધી કાઢવા માટે અમદાવાદ મહાનગરપાલિકા વધુને વધુ ટેસ્ટીંગ પર ભાર મુકી રહી છે.